Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : An accident happened to a luxury bus at Ambaji Trishulia Ghat

અંબાજી નજીક ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને નડ્યો અકસ્માત, 37 મુસાફર ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 09 Nov 2024
લાઇવ ટીવીGoogle News
અંબાજી નજીક ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને નડ્યો અકસ્માત, 37 મુસાફર ઘાયલ

અંબાજી નજીક ત્રિશુલીયા ઘાટ પર ફરી એક વખત લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 37 મુસાફર ઘાયલ થયા હતા. જે પૈકી 9 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. યાત્રિકો અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે ત્રિશુલીયા ઘાટ પર બસને અકસ્માત નડ્યો હતો.

App Store

બસની બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત

બસની બ્રેક ફેલ થતા અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. બસ પલટી મારી જતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મુસાફરો અંજારથી અંબાજી દર્શન કરવા માટે આવ્યા હતા. અંબાજીથી પરત ફરતી વખતે ત્રિશુલીયા ઘાટ પર અકસ્માત સર્જાયો હતો.

મેક્સ ગાડી કાર અને લક્ઝરી બસનો અકસ્માત થયો હતો. અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર  અકસ્માત થયો હતો. લક્ઝરી બસની બ્રેક ફેલ થતા મેક્સ ગાડી, કાર અને લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. અંબાજીથી દર્શન કરીને અંજારના ભક્તો પરત ઘરે જતા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. 37 ઇજાગ્રસ્તોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 9 ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડાયા છે.

ઈજાગ્રસ્ત નામોની યાદી

આ પણ વાંચો:  રાજકોટ/ મંદિરેથી ઘરે જઈ રહેલા વૃદ્ધની બાઈકને ટ્રકે મારી ટક્કર, ઘટનાસ્થળે થયું મોત 

ત્રિશુલિયા ઘાટ અકસ્માત ઝોન

અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટ અકસ્માત ઝોન બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. અવાર નવાર ત્રિશુલિયા ઘાટ પર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. આ પહેલા પણ ખેડાના યાત્રિકોને અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા જેમાંથી 25થી વધુ મુસાફરોને ઇજા થઇ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત પણ થયા હતા.