VIDEO: ખંભાળા પીએચસીમાં પાણી ભરાવાની સમસ્યા અંગે કોંગ્રેસની લેખિત રજૂઆત
સોર્સ : gstv
અમરેલીના બાબરા તાલુકાના ખંભાળા ગામે નવા બની રહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્થળ પર ચોમાસાનું પાણી એકત્રિત થવાની ગંભીર સમસ્યા સામે આવી છે. બાબરા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ વિજય ઝાપડીયાએ સ્થળ વિઝિટ કરી જાત નિરીક્ષણ કર્યું હતું અને કેમેરામાં વાસ્તવિકતા કંડારી હતી. તેણે આક્ષેપ લગાવ્યો કે , આ આરોગ્ય કેન્દ્ર એવી જગ્યાએ બનાવવામાં આવ્યું છે જ્યાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને બાજુના બાબરા-કરિયાણા રોડ પર માટી પુરાણ કરવું અત્યંત જરૂરી છે. જો સમયસર માટી પુરાણ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટો પાણી ભરાવ થવાની સંભાવના રહેલી છે, જેને લઈને તેમણે જિલ્લા પ્રાથમિક આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી ત્વરિત પગલાં ભરવાની માંગ કરી છે.

