VIDEO: અમરેલી શહેરમાં વરસાદ બાદ પાણી ભરાવવાની સમસ્યા
સોર્સ : GSTV
અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે પ્રખ્યાત લાઠી રોડ સંપૂર્ણપણે પાણી-પાણી થઈ ગયો છે. શહેરના મુખ્ય માર્ગો પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પાણીમાં ફસાઈ જવાને કારણે અનેક લોકોના વાહનો રસ્તા વચ્ચે જ બંધ થઈ ગયા હતા. આ વિસ્તારમાં ચાલી રહેલા અધૂરા રોડના કામોને કારણે વાહનોની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી લાંબા સમયથી આ સમસ્યા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે ચોમાસામાં તંત્રની ભારે બેદરકારી સામે આવી છે.

