VIDEO: રાજુલાના ચાંચબંદરે ગણપતિ વિસર્જન દરમિયાન ડૂબેલા વીરસંગ ગુજરીયાનો મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યો
સોર્સ : gstv
અમરેલી રાજુલાના ચાંચબંદર ગામે ગણપતિ વિસર્જન દરમિયાન દરિયામાં ત્રણ યુવકો ડૂબ્યા હતા, જેમાંથી બે યુવકોનો સદભાગ્યે આબાદ બચાવ થયો હતો, જ્યારે ૧૯ વર્ષીય વીરસંગ ગુજરીયા નામનો યુવક દરિયાના ઊંડા પાણીમાં લાપતા થઈ ગયો હતો. રાત્રે દરિયામાંથી લાપતા વીરસંગનો મૃતદેહ મળી આવતાં તેને પીએમ અર્થે રાજુલા હોસ્પિટલ ખસેડાયો હતો.

