VIDEO: અમરેલી સાવરકુંડલામાં આરોગ્ય મંત્રીના વિરોધીઓ પર આકરા પ્રહાર
સોર્સ : gstv
અમરેલીના સાવરકુંડલામાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરીયાએ કોંગ્રેસ અને આપનું નામ લીધા વગર વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક લોકો ગમે તેટલું સારું કરો છતાં નકારાત્મક વાતો જ કરતા હોય છે. સાથે જ તેમણે ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ફાર્મરની સંકલ્પના અંગે વાત કરી હતી. ઓર્ગેનિક ધાન્ય અને શુદ્ધ ડેરી પ્રોડક્ટ્સના ઉપયોગથી આરોગ્ય સુધરી શકે તેમ જણાવી ભેળસેળ કરનારા તત્વો સામે કડક સંદેશ આપ્યો હતો.

