VIDEO: અમરેલીઃ સાવરકુંડલાના હનીટ્રેપ ખેડૂત આત્મહત્યાના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો
સોર્સ : GSTV
સાવરકુંડલાના લીખાળા ગામે હનીટ્રેપમાં ફસાઈને ગત 23 મેના રોજ ખેડૂત હિંમતભાઈ સુહાગીયાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જે મામલે સાવરકુંડલા રૂલર પોલીસે મોટી કાર્યવાહી કરતા ગેંગના સાગરિત આરોપી રોહિત વેકરીયાની ધરપકડ કરી છે. મૃતકના દીકરાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, હિના નામની મહિલાએ ફોન પર વાતચીત કરીને ખેડૂતને હનીટ્રેપની જાળમાં ફસાવ્યા હતા અને આરોપીઓએ ૩ લાખ રૂપિયાની તોતિંગ માંગણી કરી હતી, જેમાંથી ૮૦ હજાર રૂપિયા પડાવી લીધા બાદ પણ ત્રાસ ચાલુ રાખતા ખેડૂતે જીવન ટૂંકાવ્યું હતું. સાવરકુંડલા ડીવાયએસપી વિરલ ચંદનના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપી રોહિત વેકરીયાના કોર્ટમાંથી ૪ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે હનીટ્રેપની મુખ્ય સૂત્રધાર હિના અને તેના અન્ય સાગરીતોને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

