Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Video/ Amreli farmer turns 5 bighas of onion crop into rotavator, destroys standing crop

Video/ Amreliના ખેડૂતે 5 વીઘાનો ડુંગળીના પાકમાં ફેરવ્યું રોટાવેટર, ઉભા પાકનો કર્યો નાશ 

Timeછેલ્લું અપડેટ : 28 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદએ પહેલેથી જ ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે પાકનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની છે. આ સંજોગોમાં ધારી તાલુકાના ફતેગઢ ગામના એક ખેડૂતે નિરાશામાં આવીને પોતાના 5 વીઘાના ડુંગળીના ઉભા પાક પર રોટાવેટર ફેરવી દીધું હતું.

App Store

5 વીઘાની ડુંગળી પર રોટાવેટર ફેરવ્યું

ફતેગઢ ગામના ખેડૂત રાજેશભાઈ દવેએ પોતાની 5 વીઘા જમીનમાં મહેનત કરીને ડુંગળીનો પાક ઉગાડ્યો હતો. જોકે, કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયું અને બજારમાં ડુંગળીના ભાવ સારા ન મળતા તેઓ ભારે હતાશ થઈ ગયા હતા. કંટાળીને રાજેશભાઈ દવેએ પોતાના પાંચ વીઘાના ડુંગળીના પાકમાં રોટાવેટર ચલાવીને આખો પાક નષ્ટ કરી નાખ્યો હતો.

વિઘા દીઠ ₹40 થી ₹50 હજારનો ખર્ચ

ખેડૂતોના જણાવ્યા અનુસાર, ડુંગળીના પાક પાછળ એક વીઘા દીઠ આશરે 40 થી 50 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. આ હિસાબે રાજેશભાઈ દવેએ 5 વીઘામાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આટલો મોટો ખર્ચ કર્યા પછી પણ જ્યારે પાક બગડી ગયો અને મહેનતનું યોગ્ય વળતર ન મળ્યું, ત્યારે ખેડૂતે આ આઘાતમાં આ અંતિમ પગલું ભર્યું હતું.