Amreli news: પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરનારા અનેક નેતાઓ ખોવાઈ ગયા, ભાજપ નેતા કાનાબારના મેવાણી પર પ્રહાર

જીગ્નેશ મેવાણીના વિવાદાસ્પદ નિવેદન બાદ અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબારે ટ્વીટ કરી વડગામ ધારાસભ્ય પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરનારા અનેક નેતાઓ ખોવાઈ ગયા, પોલીસ ત્યાંની ત્યાં છે.
ગૃહમંત્રીની સામે બળાપા કાઢવાનું બંધ કરો : કાનાબાર
જીગ્નેશ મેવાણીના પોલીસના પટ્ટા ઉતારીશું નિવેદનથી રાજકીય વાતાવરણ ગરમાયું છે, ત્યારે અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરી આકરા પ્રહાર કરતા લખ્યું કે પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરનારા અનેક નેતાઓ ખોવાઈ ગયા, પોલીસ ત્યાંની ત્યાં છે. જીગ્નેશ રાજા-સમ્રાટ નથી, પણ 182 ધારાસભ્યો પૈકી એક ધારાસભ્ય છે. બંધારણ દિવસે બંધારણની દુહાઈ આપનારને પૂછવા માંગુ છું કે એવું ક્યા લખ્યું છે કે ભણેલા જ મંત્રી બની શકે? ગૃહમંત્રીની સામે બળાપા કાઢવાનું બંધ કરો. કાનાબારે રાજ્ય સરકાર અને પોલીસને ખુલ્લું સમર્થન આપ્યું છે.

