Video/ Amreliના હુડલીમાં 7 સિંહોએ વાડીના અવેડા પર આવી તરસ છીપાવી
સોર્સ : gstv
અમરેલી: અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકના ગામડાઓમાં ફરી એકવાર વનરાજોનું પ્રભુત્વ જોવા મળ્યું છે. ધારીના હુડલી ગામ નજીક એક ખેડૂતની વાડીમાં એકસાથે 7 સિંહોનું ટોળું જોવા મળતા પંથકમાં કુતૂહલ સાથે ફફડાટ વ્યાપી ગયો છે.
સામાન્ય રીતે એવું કહેવાય છે કે 'સિંહોના ટોળા ન હોય', પરંતુ આ કહેવત અહીં ખોટી પુરવાર થઈ છે. વાડીમાં આવેલા પાણીના અવેડા પર એક-બે નહીં પણ સાત-સાત સિંહો એકસાથે પાણી પીતા નજરે પડ્યા હતા. સિંહપરિવારે શાંતિથી અવેડા પર પોતાની તૃષા છીપાવી હતી, જેનો નજારો જોઈને ગ્રામજનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
સિંહના આ ભવ્ય ટોળાનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગીર પંથકમાં સિંહોની આટલી મોટી સંખ્યામાં અવરજવરને કારણે ખેડૂતોમાં રાત્રિ દરમિયાન વાડીએ જવામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

