VIDEO: સાવરકુંડલામાં માત્ર 10 દિવસમાં આખે આખો પુલ બેસી ગયો! સ્થાનિકોએ કર્યા ગંભીર આક્ષેપ
સોર્સ : GSTV
અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામમાં ભ્રષ્ટાચારનો પોલ ખોલતી ઘટના સામે આવી છે. લામધાર નદી પર પંચાયત હસ્તક પાંચ લાખના ખર્ચે બનેલો પુલ માત્ર 10 જ દિવસમાં આખે આખો બેસી ગયો છે. પરા વિસ્તારને જોડતા આ પુલના કામમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાનો સ્થાનિકોએ ગંભીર આરોપ લગાવ્યો છે. માટી કામ દરમિયાન જ પુલ ધરાશાયી થતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. ગ્રામજનો હવે આ મામલે જવાબદારો સામે કડક તપાસ અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

