VIDEO: અમરેલીના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો: રસ્તાઓ પર પાણી વહેતા થયા
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના રાજુલા પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, જેના કારણે રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો....આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી....રાજુલાના જુની માંડરડી, ઝાપોદર અને ધારેશ્વર સહિતના વિવિધ ગામડાઓમાં સારો વરસાદ નોંધાયો.... અચાનક તૂટી પડેલા આ વરસાદને કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા, જેનાથી સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

