VIDEO: ગઢડામાં ૨૦૦ વર્ષ જૂની પરંપરાગત જળયાત્રા વખતે મોટી દુર્ઘટના: ઘેલો નદીમાં હોડી પલટી, કોઈ જાનહાનિ નહિ
સોર્સ : gstv
બોટાદના ગઢડામાં ૨૦૦ વર્ષ જૂની પરંપરાગત જળયાત્રા અને પાલખીયાત્રા દરમિયાન નૌકા વિહાર કરાવવા માટે ગઢડાની ઘેલો નદીમાં સંતો, ટ્રસ્ટીઓ અને અગ્રણીઓથી ભરેલી સુશોભિત હોડી અચાનક પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે સ્થળ પર નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે હાજર સુરક્ષાકર્મીઓ અને તરવૈયાઓની અસાધારણ સતર્કતા તથા સમયસૂચકતાને કારણે નૌકામાં સવાર તમામ પૂજનીય સંતો અને આગેવાનોને હેમખેમ બચાવી લેવાયા હતા. આ ઐતિહાસિક પરંપરામાં ક્યારેય ન બની હોય તેવી ઘટના ઘટવાથી લોકોમાં અનેક પ્રકારના તર્ક-વતર્ક સર્જાયા છે, પરંતુ જાનહાની ટળતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે.

