Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Leopard terror: More than 16 dairy cattle poached, locals in a panic

અમરેલીમાં દીપડાનો આતંક: 16થી વધુ દુધાળા પશુનો શિકાર, સ્થાનિકોમાં ફફડાટ

Timeછેલ્લું અપડેટ : 23 Jan 2025
લાઇવ ટીવીGoogle News
અમરેલીમાં દીપડાનો આતંક: 16થી વધુ દુધાળા પશુનો શિકાર, સ્થાનિકોમાં ફફડાટ

ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી વિવિધ જગ્યાએથી દીપડાના આતંકના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો ગુજરાતના અમરેલી જિલ્લામાંથી પણ સામે આવ્યો છે. જ્યાં દીપડાના આતંકના કારણે માલધારીનું પશુધન લૂંટાઈ ગયું હતું. દીપડાએ માલધારી સમાજની ઝોકમાં હુમલો કર્યો હતો અને આશરે બે ડઝનથી વધારે પશુઓનો શિકાર કર્યો હતો. દીપડાના આતંકથી હાલ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

App Store

શું છે સમગ્ર ઘટના?

અમરેલીના લીલીયા પંથકમાં પૂંજાપાદર ગામે દીપડાનો આતંક જોવા મળ્યો હતો. જ્યાં ગામના માલધારી સમાજના ઝોકમાં ઘુસી આવ્યો હતો. આ હિંસક દીપડાએ પોતાનો આતંક મચાવતા આશરે 2 ડઝનથી વધુ પશુધનનું મારણ કર્યું હતું.

આ પણ વાંચો : અમરેલીમાં વાડીએ કામ કરતા ખેડૂત પર સિંહનો હુમલો, પીડિત સારવાર અર્થે હોસ્પિટલમાં

16 થી વધુ પશુધનનું કર્યું મારણ

મળતી માહિતી મુજબ, દીપડાએ ગોવિંદ રાતડીયા નામના માલધારીના ઘેટાં-બકરાંની ઝોકમાં આતંક મચાવ્યો હતો. દીપડાએ 16થી વધુ ઘેટાં-બકરાંનો શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યા હતાં અને અંદાજે 8 થી 10 જેટલાં ઘેટાં-બકરાંને ગંભીર ઈજા પહોંચાડી હતી. હિંસક દીપડાના હુમલાથી માલધારીઓમાં દુઃખ અને ભયનો માહોલ ફેલાયો છે. હાલ વન વિભાગ દ્વારા સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી દીપડાની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય પૂંજાપાદર ગામના સરપંચે પણ દીપડાને વહેલામાં વહેલી તકે પાંજરે પૂરવાની માંગ કરી છે.

વન વિભાગે હાથ ધરી તપાસ

નોંધનીય છે કે, ગઈકાલે પણ મોટા કણકોટ ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો. જેમાં હિંસક દીપડાએ 5 જેટલાં પશુઓનું મારણ કર્યું હતું. ત્યારે સતત બીજા દિવસે દીપડા દ્વારા 2 ડઝનથી વધુ પશુના મારણની ઘટના સામે આવતાં લોકો ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે. હાલ, વન વિભાગ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ તેજ કરી દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.