અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. લાઠી લીલીયા સ્ટેટ હાઈવે પર ગાગડિયા નદીના પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ કરાયો. લુવારિયા ગામ નજીક પાણી રોડ પર ફરી વળતા ડ્રાઇવઝન રોડ પણ પાણીમાં ગરકાવ થયો. રોડનું કામ ચાલી રહ્યું હતું અને ડાઇવઝન પાણીમાં ગરકાવ થતા લોકોની મુશ્કેલી વધી છે.