Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Instead of a horse, the groom came with his life in a helicopter

Amreli news: ઘોડીને બદલે હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા વરરાજા, લોકોમાં સર્જાયું કુતૂહલ

Timeછેલ્લું અપડેટ : 10 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Amreli news: ઘોડીને બદલે હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા વરરાજા, લોકોમાં સર્જાયું કુતૂહલ
સોર્સ : GSTV

ગુજરાતમાં હાલ લગ્નસરાની ભરપૂર સિઝન ચાલી રહી છે. હાલમાં મોંઘીદાટ કારોના કાફલા સાથે વરરાજા જાન લઈને જાય તેવો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બીજી તરફ અમુક પરિવારો એવા છે કે જે જાન માટે હેલિકોપ્ટર મંગાવી રહ્યા છે. ત્યારે એવી જ એક અમરેલીમાં આવેલી જાનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. રાજુલા તાલુકાના નાના એવા લોઠપુરના વરરાજા અમરેલીમાં લાડીને લેવા હેલિકોપ્ટરથી આવ્યા હતા.

App Store

વરરાજાએ વટ પાડ્યો

કાઠી ક્ષત્રિય સમાજમાં આમ તો ઘોડે ચડીને વરરાજા લગ્નમાં જતાં હોય છે, પણ હેલિકોપ્ટરમાં વરરાજાએ વટ પાડી નવો ચીલો ચાતર્યો હતો. વરરાજાની શાનદાર એન્ટ્રી જોઈ લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું, હેલિકોપ્ટર ઊતરતાંની સાથે જ વરરાજા અને હેલિકોપ્ટરને જોવા લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં.

લોઠપુરના વરરાજા યુવરાજ ખુમાણ મોભ પરિવારની ક્રિષ્નાબા સાથે સાતફેરા લીધા છે, આ ભવ્ય લગ્ન પ્રસંગે વેપાર જગતના અગ્રણીઓ તેમજ સ્થાનિક, સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.