VIDEO: અમરેલીના લાઠી પંથકમાં વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ, ખેડૂતોની દુષ્કાળ જાહેર કરવાની માંગ
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. થોડા દિવસો પહેલા સારો વરસાદ થયા બાદ મેઘરાજાએ વિરામ લેતા રામપર સહિતના ગામોમાં કપાસ અને મગફળી જેવા મહત્વના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. નહિવત વરસાદના કારણે ઊગેલા પાક સુકાઈ રહ્યા છે, જેને લઈને અન્નદાતાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો દ્વારા લાઠી પંથકમાં સૌની યોજના હેઠળ ગાંગડીયામાં ત્વરિત પાણી છોડવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી રહી છે. પાક નષ્ટ થવાના આરે હોવાથી પંથકને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ ઉઠી છે, જેથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને યોગ્ય સહાય મળી શકે.

