VIDEO: અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા તિરંગા યાત્રાનો જોવા મળ્યો ઉત્સાહ
સોર્સ : gstv
અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વના અવસરે ઉર્જામંત્રી કૌશિક વેકરીયાની આગેવાનીમાં એક ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. આ યાત્રામાં ઘોડેસવાર પોલીસ અને બેન્ડ સજ્જ પોલીસના સંગાથે વિશાળ સંખ્યામાં અમરેલીવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા. ઉર્જામંત્રી ઉપરાંત ધારાસભ્ય મહેશ કસવાળા અને જનક તળાવીયા પણ આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા બાદ ગુજરાત પોલીસ દ્વારા આયોજિત આધુનિક શસ્ત્રોના ભવ્ય પ્રદર્શનને ઉર્જામંત્રીના વરદહસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ શસ્ત્ર પ્રદર્શનને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.

