VIDEO: વરસાદના અભાવે કપાસનો પાક નિષ્ફળ, ખેડૂતે ઉભા પાકમાં પશુઓ ચરાવવા મૂક્યા
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના ઘારી તાલુકાના ગોપાલગ્રામમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. વરસાદના અભાવે પાકને પૂરતું પાણી ન મળતા ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગોપાલગ્રામના ખેડૂત સુરેશભાઈએ ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ ખેંચાતા કપાસનો પાક નિષ્ફળ ગયો હોવાનો દાવો કર્યો છે. પાક નિષ્ફળ જતા ખેડૂતે ઉભા કપાસના પાકમાં પશુઓને ચરવા માટે ખુલ્લા મૂકી દીધા હતા. ખેડૂતનું કહેવું છે કે વરસાદના અભાવે પાક બચાવવો મુશ્કેલ બન્યો છે. સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા અનેક ખેડૂતોની હાલત કફોડી બની હોવાના આક્ષેપો વચ્ચે હવે ખેડૂતોને રાહત મળે તેવી માંગ ઉઠી રહી છે.

