VIDEO: ખાંભા એપીએમસીમાં 8 બેઠકો ભાજપે જીતી, એક બેઠક પર ટાઈ પડતા ચીઠ્ઠી ઉછળી નિર્ણય
સોર્સ : gstv
ખાંભા APMCની ખેડૂત વિભાગની 10 બેઠકોની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ 8 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે એક બેઠક કોંગ્રેસના ભરત દુધાતે જીતી છે. 10મી બેઠકનું પરિણામ ટાઈ થતાં ચૂંટણીનું ચિત્ર રસપ્રદ બન્યું હતું. ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટ અને ભાજપના અસંતુષ્ટ જૂથના ઉમેદવાર સુરેશ નસીતને 166-166 મત મળતાં બંને વચ્ચે ટાઈ પડી હતી. ત્યારબાદ બંને ઉમેદવારો વચ્ચે ચિઠ્ઠી નાખવામાં આવી હતી, જેમાં આનંદભાઈ ભટ્ટની હાર થઈ અને સુરેશભાઈ નસીતનો વિજય થયો હતો. આમ, ખાંભા APMCમાં ભાજપના 8, કોંગ્રેસના 1 અને ભાજપના અસંતુષ્ટ જૂથના 1 ઉમેદવાર વિજેતા જાહેર થયા છે.

