VIDEO: બાબરા એપીએમસી ચૂંટણીના આજે પરિણામ
સોર્સ : gstv
અમરેલીના બાબરા એપીએમસીની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે, જેમાં વેપારી વિભાગની 4 બેઠકોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. આ બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલના લલિતભાઈ આંબલીયા અને ખોડીદાસ ભંડેરીની જીત થઈ છે.. જ્યારે ભાજપના અસંતુષ્ટો પેનલના વિજય રાઠોડ અને રાજુ મકવાણા પણ વિજયી બન્યા છે. આમ બે-બે બેઠકો બંને પક્ષે વહેંચાઈ છે. ત્યારબાદ હવે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતગણતરી શરૂ થઈ છે, જેમાં સોમવારે પડેલા કુલ 341માંથી 333 મતોની ગણતરી ચાલી રહી છે. અહીં ભાજપ સામે ભાજપના જ અસંતુષ્ટો વચ્ચે સીધો ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે.

