VIDEO: અમરેલીમાં લોકડાયરામાં કલાકારોએ ભજનની રમઝટ બોલાવી
સોર્સ : gstv
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીની ફોરવર્ડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સાહિત્યકાર અને લોકગાયક રાજભા ગઢવી સહિતના જાણીતા કલાકારોએ ભજન અને લોકગીતોની રમઝટ બોલાવી હતી. કલાકારોની પ્રસ્તુતિથી સમગ્ર ગ્રાઉન્ડમાં દેશભક્તિ અને લોકસંસ્કૃતિનો માહોલ છવાઈ ગયો હતો. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, કુંવરજીભાઈ બાવળિયા, જીતુભાઈ વાઘાણી, જનક તળાવિયા અને મહેશ કસવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

