VIDEO: અમરેલી: રાજુલાના કડિયાળી પાસે ખેડૂતોના ખેતરો ધોવાતા આપ નેતા રાજુ સોલંકીના નેતૃત્વમાં ટ્રેન રોકો આંદોલન
સોર્સ : gstv
અમરેલીના રાજુલાના કડિયાળી ગામ પાસે રેલવે તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની દીવાલ તોડી નાખવામાં આવતા ખેડૂતોની જમીનો ધોવાઈ ગઈ છે. અવારનવાર રજૂઆત છતાં તંત્ર બેધ્યાન રહેતા આપ નેતા રાજુ સોલંકી ખેડૂતોની વ્હારે આવ્યા હતા. ત્રણ મહિના પહેલાં આપેલા અલ્ટીમેટમ બાદ આજે રાજુ સોલંકી અને ખેડૂતોએ પીપાવાવ જતી માલગાડી રોકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો….ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ અને તંત્ર દ્વારા થોડી મિનિટોની સમજાવટ અને રેલવે વિભાગ દ્વારા યોગ્ય બાહેંધરી આપવામાં આવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો અને માલગાડી રવાના કરવામાં આવી હતી.

