VIDEO: NRIની ઇ-મેઇલથી અમરેલી પોલીસે અપાવ્યો ન્યાય
સોર્સ : gstv
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા NRI સૌરભ જોલી સાથે બે વર્ષ પહેલાં રૂ.11 લાખની થયેલી છેતરપિંડીના કેસમાં અમરેલી પોલીસે સફળ કાર્યવાહી કરી છે.
સોનુ અને ડાયમંડ ખરીદવાની લાલચ આપી અમરેલીના એક વ્યક્તિએ છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ હતો. 4 જૂને સૌરભ જોલીએ અમરેલી એસપી સંજય ખરાતને ઇ-મેઇલ કરીને મદદ માગતા મામલો સાયબર પોલીસને સોંપવામાં આવ્યો હતો. તપાસ બાદ અમરેલી સાયબર પોલીસે NRIને ભારત આવ્યા વિના જ રૂ.11 લાખની રકમ તેમના ખાતામાં પરત અપાવી સ્માર્ટ પોલિસિંગનું ઉદાહરણ પૂરું પાડ્યું.

