Amreli News: ખેડૂતોની વેદનાને વાચા આપવા મેદાનમાં ઉતર્યા પરેશ ધાનાણી

છેલ્લા લગભગ 10 દિવસોથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે. હાલ જ્યાં શિયાળાની ઠંડી હોવી જોઈએ ત્યાં કમોસમી વરસાદ ખેડૂતોને હેરાન કરી રહ્યો છે. આવામાં ગુજરાતમાં કમોસમી વરસાદ વચ્ચે ખેડૂતોની વેદનાને વાચા આપવા મેદાનમાં આવેલા પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીની ટ્વિટ સામે આવી છે.

પરેશ ધાનાણીની ટ્વિટ
પરેશ ધાનાણીની આ ટ્વિટનું શીર્ષક "જગતના તાતને જીવવા દેજો" છે. જેમાં તેમણે નીચે મુજબની વિગતો આપી છે.
ખેતીવાડી ખાતાની સલાહ, કૃષિ તજજ્ઞાના અભિપ્રાય તેમજ ખેડૂતોની કોઠાસૂઝથી કાઢેલા પ્રાથમિક અંદાજો મુજબ ખરીફ 2025ની મોસમ દરમિયાન વાવેતર કરેલી કપાસની વિધા દીઠ ઓછામાં ઓછો અંદાજીત ઉત્પાદન ખર્ચ રૂ.18,370 તથા પ્રાથમિક ઉતારાના અંદાજો મુજબ વિધા દીઠ સરેરાશ 20 મણ ઉપજની ટેકાના ભાવે કિંમત 31,640 ગણાય.
આમ કમોસમી માવઠાની મોકાણથી સરેરાશ ખેડૂતોને કુલ અંદાજીત 50,010 જેટલું પાક નુકશાન થયું હોવાનો અંદાજ છે. હવે તમે કહો કે ખેડૂતોને વિધા દીઠ નુકસાનીનું અધિકારીક વળતર મળવું જોઈએ કે પછી રુ.8000ની સરકારી ભીખ.
નોંધનીય છે કે, ખેતી ખર્ચનું લિસ્ટ મૂકીને ધાનાણીએ ખેતી બચાવવા ટ્વિટ કરી હોવાનું સામે આવ્યું છે.

