VIDEO: અમરેલી: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ચલાલાની મુલાકાતે, પાક નુકસાન અંગે રાજ્યમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માંગ
સોર્સ : gstv
અમરેલીની મુલાકાતે આવેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ચલાલામાં દાન મહારાજની જગ્યાના દર્શન કર્યા હતા અને મહંત વલકુબાપુના ભાઈના અવસાન પ્રસંગે પરિવારને સાંત્વના પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે રસ્તામાં ખેતરોની મુલાકાત લઈને કપાસના પાકની સ્થિતિ જોઈ હતી અને ખેડૂતો પાસેથી ખેતીની મુશ્કેલીઓની વિગતો મેળવી હતી…..ખેડૂતોની વર્ષભરની મહેનત અને આશાઓ પર પાણી ફરી વળ્યાનું જણાવી તેમણે ગુજરાત સરકારને રાજ્યમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી છે. શંકરસિંહ વાઘેલાએ ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય, પાક નુકસાનનું વળતર અને દેવા માફ કરવાની અપીલ કરતા જણાવ્યું હતું કે ખેડૂત બચશે તો જ ગુજરાતની અર્થવ્યવસ્થા બચશે. પ્રચાર પાછળ થતા ખર્ચમાં ઘટાડો કરીને તે નાણાં ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા પાછળ વાપરવા જોઈએ.

