Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Amreli BJP leaders including senior worker resign from the bhartiya janta party

VIDEO: અમરેલી ભાજપમાં ભંગાણ, સિનિયર કાર્યકર સહિતના આગેવાનોએ પક્ષમાંથી આપ્યું રાજીનામું

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લામાં ભાજપના બે કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું છે. જસવંતગઢના સરપંચ અને છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા અશોક માંગરોળીયાએ શિસ્તબદ્ધ રીતે ભાજપની ટોપી અને ખેસ જિલ્લા ભાજપ મહામંત્રીને અર્પણ કરી રાજીનામું આપ્યું છે. જ્યારે યુવા કાર્યકર્તા નિલેશ સાવલિયાએ પણ પક્ષ છોડ્યો છે. કાર્યકર તરીકે અન્યાયની અનુભૂતિ થતા રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. જિલ્લા ભાજપના જણાવ્યા અનુસાર, 29 ડિસેમ્બર 2024ના રોજ સસ્પેન્ડ કરાયેલા અશોક માંગરોળીયાએ હવે રાજીનામું આપ્યું છે. પક્ષે વધુમાં જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ ન થતાં આ નિર્ણય લેવાયો હોઈ શકે છે અને બંધારણ મુજબ અન્ય પાર્ટીમાં જોડાવા માટે તેમને શુભેચ્છાઓ પાઠવી છે.

App Store

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. જસવંતગઢના સરપંચ અને 25 વર્ષ જૂના પાયાના કાર્યકર અશોક માંગરોળીયા તેમજ યુવા કાર્યકર નિલેશ સાવલિયાએ પાર્ટીને ‘રામ-રામ’ કહી દીધા છે. આ રાજીનામા પાછળ 'અન્યાય' અને 'તંત્રની નિષ્ફળતા' જવાબદાર હોવાનું સામે આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

શિસ્તબદ્ધ રીતે ખેસ-ટોપી પરત કર્યા

રાજીનામું આપવાની પદ્ધતિ પણ ચર્ચાનો વિષય બની છે. અશોક માંગરોળીયાએ શિસ્તબદ્ધ રીતે ભાજપની ટોપી અને ખેસ પહેરીને જિલ્લા ભાજપ મહામંત્રીને રૂબરૂ અર્પણ કર્યા હતા. 25 વર્ષ સુધી જે પક્ષ માટે લોહી-પરસેવો એક કર્યો, તે જ પક્ષને અલવિદા કહેતી વખતે તેમની આંખોમાં અન્યાયનો રોષ સ્પષ્ટ દેખાતો હતો.

"ન્યાય નથી મળતો": અશોક માંગરોળીયાના ગંભીર આક્ષેપ

જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા ‘લેટર કાંડ’માં આરોપી રહી ચૂક્યા છે. જોકે, તેમનું કહેવું છે કે, મને યોગ્ય ન્યાય મળી રહ્યો નથી. એક કાર્યકર તરીકે મને સતત અન્યાય થતો હોવાની અનુભૂતિ થઈ રહી છે, જેને કારણે મેં પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. પોતાની જ સરકાર સત્તામાં હોવા છતાં એક સરપંચ કક્ષાના કાર્યકરને ન્યાય માટે વલખાં મારવા પડે તે ભાજપની વહીવટી પકડ સામે સવાલો ઉભા કરે છે.

જિલ્લા ભાજપનો વળતો પ્રહાર: 'વ્યક્તિગત મહત્વાકાંક્ષા'

બીજી તરફ જિલ્લા ભાજપ સંગઠને આ રાજીનામાને હળવાશથી લેતા વળતો પ્રહાર કર્યો છે. સ્થાનિક ભાજપના મતે, અશોક માંગરોળીયાને 29 ડિસેમ્બર 2024ના રોજ જ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ કે પદ મેળવવાની વ્યક્તિગત ઈચ્છાઓ પૂર્ણ ન થતા આ ડ્રામા કરવામાં આવી રહ્યો છે. બંધારણીય રીતે કોઈ પણ વ્યક્તિ બીજી પાર્ટીમાં જવા મુક્ત છે, અને પક્ષે તેમને 'શુભેચ્છા' પણ પાઠવી દીધી છે.

ચૂંટણી ટાણે ભાજપ માટે ચિંતાનો વિષય?

અમરેલીમાં ભાજપના પાયાના કાર્યકરોનું આ રીતે છૂટા પડવું એ ચૂંટણી પહેલા નુકસાનકારક સાબિત થઈ શકે છે. એક તરફ 'અન્યાય'ની લાગણી અને બીજી તરફ 'શિસ્તભંગ'ના આરોપો વચ્ચે હવે આ કાર્યકરો આગામી સમયમાં કયો પક્ષ પકડે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.