Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : 3 people died in a triple accident between ST. bus-car and bike near Rajula

Amreli news: રાજુલા નજીક એસટી.બસ-કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માતમાં 3 લોકોનાં મોત

Timeછેલ્લું અપડેટ : 14 May 2025
લાઇવ ટીવીGoogle News
Amreli news: રાજુલા નજીક એસટી.બસ-કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માતમાં 3 લોકોનાં મોત

Accident on Somnath Nation Hiway: અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત રાજુલા-જાફરાબાદ રૂટની એસ.ટી. બસ, કાર અને બાઇક વચ્ચે સર્જાયો છે. જેમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલા સહિત આસપાસમાંથી લોકોનું ટોળું દોડી આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઈજાગ્રસ્તોને મૃતકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

App Store

પ્રાપ્ત માહિતી અનુસાર, રોંગ સાઇડમાંથી આવી રહેલી સ્વીફ્ટ કાર એસ.ટી. બસ સાથે ટકરાતા કારમાં સવાર ત્રણેય લોકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે બાઇક ચાલક બસની પાછળ ઘૂસી જતાં ઇજા પહોંચી હતી. કારમાં સવાર લોકો દીવ તરફથી આવી રહ્યા હતા. મૃતકો પાદરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં એસટી ડેપોના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.