Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Written examinations for four cadres were conducted by the Police Recruitment Board; AI technology was used for the first time

પોલીસ ભરતી બોર્ડની 4 સંવર્ગ માટે લેખિત પરીક્ષા યોજાઈ, પ્રથમવાર કરાયો AI ટેક્નોલોજીનો ઉપયોગ

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
પોલીસ ભરતી બોર્ડની 4 સંવર્ગ માટે લેખિત પરીક્ષા યોજાઈ, પ્રથમવાર કરાયો AI ટેક્નોલોજીનો ઉપયોગ
સોર્સ : gstv

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્ય પોલીસ દળમાં વિવિધ જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા કુલ 952 પરીક્ષા કેન્દ્રો પરથી 32,457 જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે.

App Store

પરીક્ષા કેન્દ્રો અને ઉમેદવારોની વિગત

•અમદાવાદ શહેર: 69 શાળા-કોલેજના 688 બ્લોકમાં 20,613 ઉમેદવારો
•અમદાવાદ ગ્રામ્ય: 27 શાળા-કોલેજના 264 બ્લોકમાં 11,844 ઉમેદવારો

પરીક્ષાનું માળખું અને સમયપત્રક

તમામ પરીક્ષાઓ MCQ (બહુવિકલ્પ) પદ્ધતિથી લેવામાં આવી રહી છે. ઉમેદવારોએ પાસ થવા માટે Part-A અને Part-B બંનેમાં અલગ-અલગ ઓછામાં ઓછા 40 ટકા માર્ક્સ મેળવવા ફરજિયાત છે. આ સાથે ખોટા જવાબ માટે માઇનસ માર્કિંગ પદ્ધતિ અમલી છે.

•PSI (વાયરલેસ) અને ટેકનિકલ ઓપરેટર: સવારે 9.30થી બપોરે 12.30 (200 માર્ક્સ)
•PSI (મોટર ટ્રાન્સપોર્ટ): સવારે 9.30થી બપોરે 12.30 (210 માર્ક્સ)
•હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1): બપોરે 3.00થી સાંજના 6.00 (210 માર્ક્સ)

ચુસ્ત સુરક્ષા અને AI ટેકનોલોજીનો ઉપયોગ

પરીક્ષા પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રહે તે માટે ભરતી બોર્ડ દ્વારા મલ્ટિપલ સિક્યુરિટી લેયર્સ ગોઠવવામાં આવ્યા છે. સુરક્ષા અને વ્યવસ્થા માટે 1,100થી વધુ પોલીસ કર્મચારીઓ અને 1,500થી વધુ શિક્ષણ વિભાગના કર્મચારીઓ તહેનાત કરાયા છે.

ઉમેદવારોની ઓળખ માટે ચહેરાની ચકાસણી અર્થે પ્રથમ વખત AI ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. આ ઉપરાંત, પરીક્ષા સાહિત્ય લાવવા-લઈ જવા માટેના તમામ વાહનોનું કરાઈ સ્થિત કંટ્રોલ રૂમમાંથી GPS મારફતે લાઈવ મોનિટરિંગ થઈ રહ્યું છે. ઉમેદવારોને અસલ ડોક્યુમેન્ટની ચકાસણી બાદ જ કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.