Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : woman expresses protest in front of the Municipal Corporation office

VIDEO: 'જો કોર્પોરેશન લારી નહીં છોડે તો દારૂનો ધંધો શરૂ કરીશ', મહિલાએ મનપા કચેરી સામે વ્યક્ત કર્યો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ કોર્પોરેશનની કચેરી પર એક મહિલાએ ગુસ્સો ઠાલવી કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. મહિલાની લારી કોર્પોરેશને કબજે કર્યાં બાદ મહિલાએ કર્યું કે, બે મહિનાથી તમે લારી છોડી નથી. મારા પરિવારનું ગુજરાન કેમ થશે?

App Store

મહિલાએ રડતા રડતા કહ્યું કે, નિયમ મુજબ તો દારૂબંધી છે છતાંય પણ વેચાય છે તો અમે તો શાકભાજીનો ધંધો કરીને પેટીયું રળીએ છીએ. મહિલાએ ધમકી આપી કે જો કોર્પોરેશન લારી નહીં છોડે તો દારૂનો ધંધો શરૂ કરીશ. મહિલાના આ પ્રશ્નનો અધિકારીઓ પાસે કોઈ જવાબ ન હતો. અંતે પોલીસે મહિલાની અટકાયત કરી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાના સવાલોનો પોલીસક ર્મીઓ પાસે પણ કોઈ જવાબ ન હતો.