VIDEO: અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા કોણ બનશે? આ કોંગી નેતાઓના ચર્ચાઈ રહ્યા છે નામ
સોર્સ : gstv
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે કોંગ્રેસમાં વિપક્ષી નેતા કોણ બનશે તે અંગે ગરમાવો વધ્યો છે. 32 બેઠકો જીતનાર કોંગ્રેસમાં નેતા પદ માટે સિનિયર કોર્પોરેટર નીરવ બક્ષી અને આક્રમક શૈલી ધરાવતા પૂર્વ વિપક્ષી નેતા શહેજાદખાન પઠાણના નામો ચર્ચામાં છે.
માત્ર નેતા જ નહીં, પરંતુ ઉપનેતા માટે જયમન શર્મા અને હાજી મિર્ઝા બેગ, તથા દંડક પદ માટે મુસ્તાક ખાદીવાલા અને ધ્રુવ કલાપીના નામોની પેનલ તૈયાર કરાઈ છે. ગત ટર્મના વિવાદો ભૂલી પક્ષ વહેલી તકે નિમણૂક કરવા મક્કમ છે. હવે જોવાનું એ રહેશે કે હાઈકમાન્ડ અનુભવ પર પસંદગી ઉતારે છે કે નવા ચહેરાઓને તક આપે છે.

