Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Woman dies in accident in Ahmedabad

VIDEO: અમદાવાદમાં ગમખ્વાર અકસ્માત, મહિલાનું મોત

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના શીલજ વિસ્તારમાં DPS કેનાલ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું મોત થયું છે. ગરબા ક્લાસ પૂરા કરીને પતિ-પત્ની અલગ-અલગ વાહનો પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે વળાંક લેતી વખતે બેફામ ઝડપે આવેલી બાઇકે મહિલાની એક્સેસને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા એક્સેસ સાથે ઢસડાઈ ગઈ હતી. મૃતક નિશિબેન દરજીના બે મહિના પહેલા જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ બાઈકચાલક બાઈક મૂકીને ફરાર થઈ ગયો હતો. બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

App Store