Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Winter in Gujarat: Cold snap in the state, Nalia-Ahmedabad records coldest temperature

Winter in Gujarat: રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો શરૂ, નલિયા-અમદાવાદમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ

Timeછેલ્લું અપડેટ : 02 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Winter in Gujarat: રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો શરૂ, નલિયા-અમદાવાદમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ
સોર્સ : Gstv

Winter in Gujarat: ગુજરાતમાં છેલ્લા 4થી 5 દિવસ માટે ઠંડીમાં લાગેલા બ્રેક બાદ એકાએક ફરી ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગે હજી આગામી દિવસોમાં વધુ ઠંડી પડે તેવું આગાહી વ્યક્ત કરી છે. ત્યારે ગત 24 કલાકમાં ઠંડીએ ગુજરાતને જકડી લીધી છે. ગુજરાતમાં આગામી સાત દિવસ બાદ વધુ તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી નીચું ઉતરી જતાં અમદાવાદ વાસીઓને ઠંડી અનુભવાઈ હતી.

App Store

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઠંડી સારી એવી જોવા મળી છે. જો કે, રાજ્યમાં આગામી 7 ડિસેમ્બર સુધી મધ્યમ ઠંડી રહેશે. ત્યારબાદ 7 દિવસ સુધી ઠંડીમાં કોઈ વધારો થશે નહીં. ત્યારબાદ ઠંડી વધુ પડશે. જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સામાન્ય કરતાં વધુ ઠંડીનો અનુભવ થશે.


રાજ્યમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળશે
રાજ્યમાં સૌથી ઠંડુ, નલિયામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યારબાદ અમદાવાદમાં લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેના લીધે સાંજ પડતાની સાથે અમદાવાદ વાસીઓ જેકેટ, સ્વેટરમાં જોવા મળ્યાં હતાં. આમ છતાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 ડિસેમ્બર પછી સમગ્ર રાજ્યમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળી શકે છે.