VIDEO: સાબરમતી રિવરફ્રન્ટના પાણીમાં ફરી જળકુંભીનો ઉપદ્રવ વધ્યો
સોર્સ : gstv
અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીમાં ફરી એકવાર જળકુંભીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. રિવરફ્રન્ટના બંધિયાર પાણીમાં જળકુંભી ઝડપથી ફેલાતા નદીની જળચર સૃષ્ટિ સામે ચિંતા ઊભી થઈ છે. જળકુંભીના કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાની શક્યતા રહેતા માછલીઓ અને અન્ય જળચર જીવો પર તેની અસર પડી શકે છે. થોડા દિવસ અગાઉ સાબરમતી નદી ખાલી કરવામાં આવી હતી, પરંતુ પાણી ભરાયા બાદ ફરી જળકુંભી જોવા મળી રહી છે. જળકુંભી દૂર કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્રેશ સ્કીમર મશીનોનો ઉપયોગ કરવાની તૈયારી કરવામાં આવી છે. તંત્ર દ્વારા નદીની સફાઈ માટે કામગીરી હાથ ધરવામાં આવશે.

