VIDEO: અમદાવાદના નિકોમાં પાણી નિકાલની વ્યવસ્થા ઠપ્પ, સોસાયટીઓમાં ભરાયા પાણી
સોર્સ : gstv
અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુવાશ, શાંતિવન, તક્ષશિલા, સુરમ્ય ફ્લેટ, સુવિધા, જયદીપ રો હાઉસ, શ્રીનાથ સાર્થક, મૌલિન રેસિડેન્સી અને વૃંદાવન સ્કાય સહિત અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ગટર લાઈનો ઉભરાવાને કારણે રહીશોના ઘરો અને સોસાયટીના પરિસરમાં ગંદુ પાણી ભરાઈ ગયું હતુ. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને લઈને સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

