VIDEO: અમદાવાદના ચાણક્યપુરીમાં સોસાયટીઓ જળમગ્ન: તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી કાગળ પર રહી જતાં રોષ
સોર્સ : gstv
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ચાણક્યપુરીમાં સવારથી જ વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. સતત ભારે વરસાદના પગલે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સમસ્યા યથાવત રહી છે. મનપા તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી માત્ર કાગળ પર જ સાબિત થતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

