VIDEO: પંજાબના ફાયરિંગ કેસનો વોન્ટેડ આરોપી પાલનપુરની હોટલમાંથી ઝડપાયો
સોર્સ : gstv
પંજાબના બટાલા ફાયરિંગ કેસમાં લાંબા સમયથી વોન્ટેડ ગેંગસ્ટર ગુજરાત ATSના હાથે ઝડપાઈ ગયો છે. જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના શાર્પશૂટર અને મુખ્ય આરોપી સુખપિન્દર સિંહ ઉર્ફે સુખીને ATSની ટીમે પાલનપુરની હોટલ સુંદરા ખાતે દરોડા પાડીને ઝડપી લીધો હતો. આરોપી સુખપિન્દરસિંહ સામે હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ અને દારૂ-ડ્રગ્સ સહિત 7થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે. તે વર્ષ 2021માં દુબઈ ખાતે પણ ડ્રગ્સ કેસમાં 9 મહિના જેલમાં રહી ચૂક્યો છે. હાલ આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે આરોપીની કસ્ટડી પંજાબ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

