VIDEO: અમદાવાદમાં વરસાદ વચ્ચે દિવાલ ધરાસાઈ
સોર્સ : gstv
અમદાવાદમાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં નુકસાનના અહેવાલો સામે આવી રહ્યા છે. શહેરના જાણીતા વિસ્તારમાં આવેલી ઇસરો અને સુંદરવન વચ્ચેની એક દીવાલ વરસાદના કારણે અચાનક ધરાસાઈ થઈ ગઈ હતી. દિવાલ ધરાસાઈ થવાની આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. જો કે, રાહતની વાત એ રહી કે આ દુર્ઘટના વખતે આસપાસ કોઈની અવરજવર ન હોવાથી કે કોઈ મોટું નુકસાન કે જાનહાની થવાથી અટકી ગઈ હતી. તંત્ર દ્વારા આ માર્ગ પરથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

