Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Voices of protest were raised in the Khalasi community over the right to pull chariots in the Jagannath Ratha Yatra

VIDEO: જગન્નાથ રથયાત્રામાં રથ ખેંચવાના અધિકાર મુદ્દે ખલાસી સમાજમાં વિરોધના સૂર ઉઠ્યા

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભગવાન જગન્નાથની રથયાત્રામાં રથ ખેંચવાના અધિકારને લઈને વિવાદ સામે આવ્યો છે. ખલાસી સમાજના કેટલાક લોકો દ્વારા રથ ખેંચવાના ઈજારાને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આક્ષેપ છે કે વર્ષોથી રથ ખેંચવાનો ઈજારો માત્ર એક જ પરિવાર પૂરતો સીમિત રાખવામાં આવ્યો છે. સમાજના અન્ય પરિવારોને પણ રથ ખેંચવાની તક આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ રથ ખેંચવા માટે આપવામાં આવતા આઈ-કાર્ડની પ્રક્રિયામાં પણ પક્ષપાત થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એક જ પરિવારના સભ્યોને વારંવાર તક મળતી હોવાના દાવાને લઈને ખલાસી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. વર્ષોથી ચાલી આવતી પરંપરામાં અન્ય પરિવારોને પણ સામેલ કરવાની માંગ સાથે મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News