Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO/ Vaibhavi Trivedi: After tennis, winning a national medal in shooting

VIDEO/ વૈભવી ત્રિવેદીનો ડબલ ધડાકો: ટેનિસ બાદ શૂટિંગમાં નેશનલ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તાજેતરમાં દિલ્હીમાં નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત શૂટિંગ ચેમ્પિયન્શીપમાં મહિલા 50 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં રાષ્ટ્રીય મેડલ જીતી ગુજરાતની પ્રથમ શૂટર બનીને વૈભવી ત્રિવેદીએ ઇતિહાસ રચ્યો છે. નેશનલ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ અને ટેનિસ સર્કિટમાં પહેલેથી જ જાણીતું નામ  વૈભવીએ અગાઉ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને ITF માસ્ટર્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમના કેપ્ટન તરીકે પણ રમી ચૂકેલી છે.

App Store

વૈભવીએ  વર્ષ 2023માં પિસ્તોલ શૂટિંગ શરૂ કર્યુ અને 50 મીટર પિસ્તોલમા ગુજરાતનો તેમજ આ પ્રથમ રાષ્ટ્રીય મેડલ છે. વૈભવીના પિતાએ કહ્યું, સ્વ-ખર્ચે વર્લ્ડ ચેમ્પિયનશિપ  માટે તૈયારી કરવી એ એક પડકારજનક  પરિસ્થિતિ છે. 50 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ઉછીની પિસ્તોલ સાથે રાષ્ટ્રીય મેડલ મેળવી ગુજરાતની પ્રથમ શૂટર બનવું તેની ક્ષમતા અને તેની કારકિર્દીનો સંઘર્ષ દર્શાવે છે...