Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO/ Traffic brigade jawan arrested for raping woman

VIDEO/ Ahmedabad: વસ્ત્રાપુરમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર ટ્રાફિક બ્રિગેડનો જવાન ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં લગ્નની ખોટી લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાના મામલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. આરોપી કલ્પેશ બૈસા બી-ડિવિઝન ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરે છે. સ્પામાં મેનેજર તરીકે કામ કરતી 27 વર્ષીય યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, બે વર્ષ પહેલા વસ્ત્રાપુર તળાવ નજીક આવેલી એક હોટેલમાં આરોપીએ યુવતી સાથે પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપીએ લગ્નના વચનો આપી છેલ્લા બે વર્ષ દરમિયાન અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બંને વચ્ચે મૈત્રી કરાર પણ થયો હતો, જેમાં લગ્ન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 

App Store