VIDEO: વિરમગામ-અમદાવાદ હાઈવે પર રૈયાપુર પાસે રસ્તાના કામો ગોકળગતિએ ચાલતા હોવાથી વાહનચાલકો માટે મોટું જોખમ
સોર્સ : gstv
વિરમગામ-અમદાવાદ હાઈવે પર રૈયાપુર પાસે રોડ રસ્તાના કામો ગોકળગતિએ ચાલતા હોવાથી વાહનચાલકો માટે મોટું જોખમ ઊભું થયું છે. નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અહીં સુરક્ષાના સાધનો કે યોગ્ય ડાયવર્ઝન મૂકવામાં આવ્યા નથી. જેના કારણે છેલ્લા ૧૦ દિવસમાં ૩ ટ્રક અકસ્માતનો ભોગ બની છે, જ્યારે છેલ્લા બે દિવસમાં જ બે ટ્રક પલટી મારી ગઈ છે. સદનસીબે આ ઘટનાઓમાં મોટી જાનહાનિ ટળી છે. અધૂરા રસ્તા અને ડાયવર્ઝનના કારણે વાહનો પલટી ખાવાની ઘટનાઓથી સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. જો સમયસર યોગ્ય વ્યવસ્થા અને સુરક્ષાના પગલાં નહીં લેવાય, તો આગામી દિવસોમાં કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે છે

