Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO : Rajkumar Jat death case: Important hearing in High Court on CBI probe plea

VIDEO : રાજકુમાર જાટના મોતનો મામલો: CBI તપાસની અરજી પર હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં રાજકુમાર જાટના મોતના કેસમાં CBI તપાસની માંગ કરતી અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ. અરજદાર પક્ષે દાવો કર્યો કે ગણેશ ગોંડલના ઘરના CCTV ફૂટેજમાં રાજકુમારને માર મારવામાં આવતો જોવા મળે છે અને બાદમાં તેને મારીને લક્ઝરી બસ સામે ફેંકી દેવામાં આવ્યો હતો. મૃતકના શરીર પર 42 ઇજાના નિશાન હોવાથી અકસ્માતની થિયરી સામે ગંભીર સવાલો ઉઠાવાયા. રાજકુમારને નગ્ન કોણે કર્યો અને આરોપી તેમજ મહાસાગર ટ્રાવેલ્સના માલિક વચ્ચે ઓળખાણ હોવાના મુદ્દા પણ કોર્ટમાં રજૂ થયા. પોલીસ આરોપીઓને બચાવતી હોવાનો પણ આક્ષેપ કરાયો. બીજી તરફ સરકારી પક્ષે તપાસમાં આ ઘટના અકસ્માત હોવાનું સામે આવ્યું હોવાનું જણાવ્યું અને આરોપી તથા બસ ડ્રાઇવર વચ્ચે કોઈ કોલ કે અન્ય કનેક્શન ન હોવાનું કહ્યું. બસની FSL તપાસમાં હ્યુમન બ્લડ મળ્યું અને અકસ્માત બાદ બસનું રિપેરિંગ થયું હોવાનું પણ સામે આવ્યું. તમામ તપાસ અહેવાલોના અભ્યાસ બાદ હાઇકોર્ટે હવે વધુ સુનાવણી 28 જુલાઈએ મુલતવી રાખી છે.

App Store