Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Police patrolled with EV bikes for the security of Rath Yatra

VIDEO: રથયાત્રાની સુરક્ષાને લઈ પોલીસે ઈવી બાઈક સાથે પેટ્રોલિંગ કર્યુ

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં જળયાત્રા સાથે જ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાના પર્વનો પ્રારંભ થઈ ગયો છે. ભક્તોમાં પણ ભગવાનની નગરચર્યાના દર્શન માટે ભારે ઉત્સાહ છે. તો બીજી બાજુ કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે. પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. રથયાત્રાના સમગ્ર માર્ગનું ઇલેક્ટ્રિક બાઇક પેટ્રોલિંગ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. પોલીસ દ્વારા ભીડ નિયંત્રણ અને સલામતી માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પ્રશાસન સંપૂર્ણ રીતે સજ્જ છે.

App Store
ટોપિક્સ:rathyatra 2026