Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Police complaint filed against man who brutally dragged dog to death in Chandlodia

 VIDEO: ચાંદલોડિયામાં શ્વાનને નિર્દયતાથી ઢસડી લઈ જઈ મોત નિપજાવનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં એક શખ્સે મોટર સાયક પાછળ શ્વાનને દોરીથી બાંધી રોડ પર ઢસડતો લઈ ગયો હતો જેના લીધે શ્વાનનું તરફડીને મોત થયું હતું. જે બાદ આ શખ્સે શ્વાનને ચાંદલોડિયાના વિશ્વકર્મા રેલવે બ્રિજની નીચે ફેંકીને જતો રહ્યો હતો. પરંતુ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેથી રમેશ પટેલ નામના યુવકે આ શખ્સ સામે સોલા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

App Store

અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે લોકો પશુ-પંખીઓ પર દયા કરી તેમને ચારો અને ચણ આપી દાન-પુણ્યનું ભાથું કમાઈ લેતા હોય છે. ત્યારે આવા સમયે ચાંદલોડિયા વિસ્તારમાં એક નિર્દયી શખ્સે પોતાની મોટર સાયકલ પર એક શ્વાનને ક્રૂરતાથી મુશ્કેટાટ રીતે બાંધીને આખા રોડ પર ઢસડીને લઈ ગયો હતો. જે અંગે આખી ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી.

શ્વાનનું મોત થઈ જતા શખ્સે રેલવે બ્રિજ નીચે ફેંકીને જતો રહ્યો હતો. જે અંગેની જાણ થતા રમેશ પટેલે આ અંગેનો શ્વાનનો બાંધીને લઈ જતા શખ્સનો વીડિયો બતાવી અજાણ્યા શખ્સ સામે સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પશુ પર અત્યાચાર અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.