Air India વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા મુસાફરનો VIDEO આવ્યો સામે, તેમણે કહ્યું- આ કોઈ ચમત્કારથી ઓછું નથી
અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી
.
પોલીસને એક મુસાફર જીવિત મળ્યો: અમદાવાદ પોલીસ કમિશનર
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું છે કે, ‘આ વિમાન દુર્ઘટનામાં પોલીસ જવાનને 11A સીટ પર એક મુસાફર જીવિત મળ્યો છે.' પ્રાથમિક જાણકારી અનુસાર જીવિત બચેલા મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે.

