VIDEO: અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો NSUIએ કર્યો ઉગ્ર વિરોધ
સોર્સ : gstv
અમદાવાદના આઈઆઈએમ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો NSUIએ ઉગ્ર વિરોધ કર્યો હતો. નીટ પરીક્ષાના પેપર લીક જેવી ઘટનાઓના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થયા હોવાનો આક્ષેપ કરી NSUIના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જ્યારે શિક્ષણ મંત્રીનો કાફલો પસાર થઈ રહ્યો હતો, ત્યારે કાર્યકરોએ તેમની ગાડી સામે કાળા વાવટા ફરકાવીને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પરીક્ષા રદ થવા મામલે પોતાનો રોષ ઠાલવ્યો હતો. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે હાજર પોલીસ કાફલાએ તાત્કાલિક કાર્યવાહી કરી વિરોધ કરી રહેલા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

