Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Newly appointed Congress state president Amit Chavda, who arrived in Ahmedabad, attacked the government

VIDEO: ગુજરાતની જનતા મોંઘવારી અને ભ્રષ્ટાચાર સહન કરી રહી છે: અમિત ચાવડા

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

VIDEO: ગત રોજ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની સત્તાવાર રીતે જાહેરાત થયા આજે અમિત ચાવડા અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ગુજરાત કોંગ્રેસના કાર્યકરો એકઠા થઈને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું સ્વાગત કર્યું હતું. અમદાવાદ શહેર પ્રમુખ સહિત આગેવાનો પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. અમદાવાદ પહોંચેલા નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરાં પ્રહારો કર્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે વિશ્વાસ કરીને જવાબદારી આપી એ બદલ નેતૃત્વનો આભાર,

App Store

નવનિયુક્ત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, મારી માટે આ ખૂબ મોટી જવાબદારી છે. જનતા ભ્રષ્ટાચાર અને મોંઘવારીનો માર સહન કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં બ્રિજ તૂટવાનો સીલસીલો યથાવત્ છે. ગુજરાતની જનતાનો વિશ્વાસ બ્રિજ તૂટવાની સાથે સરકારથી તૂટી ગયો છે. લોકોની સાથે રહી એમના અધિકારની લડત લડીશું. બીજીવાર તક આપી એ બદલ નેતૃત્વનો આભાર માનું છું. અમારી પહેલી પ્રાથમિકતા બૂથને મજબૂત બનાવવાની છે.