Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Video: Namo ke Naam Raktadan, blood donation camp, CM Bhupendra Patel

Video: નમો કે નામ રક્તદાન, એક વ્યક્તિના રક્તદાનથી કોઈ માટે આશાનું કિરણ મળી શકે, CM ભુપેન્દ્ર પટેલ

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસને 'સેવા દિવસ' તરીકે ઉજવવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 'રક્તદાન અમૃત મહોત્સવ 2.0' અંતર્ગત વિશ્વનું સૌથી મોટા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ (ABTYP) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાજરી આપી અને ભાગ લઈને લોકોને પ્રોત્સાહન આપ્યું. આ કેમ્પમાં 3 લાખથી વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય છે, જે ભારત સહિત 75થી વધુ દેશોમાં 7,500 કેમ્પો સાથે જોડાયેલું છે.

App Store

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે, "PM મોદીના 75મા જન્મદિવસે હાજર થયેલા તમામનો આભાર. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા આ શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે. 'નમો કે નામ રક્તદાન' તરીકે ઉજવણી કરાઈ તે પણ અભિનંદન ને પાત્ર છે. PM કહેતા હોય છે કે, અન્નદાન અને રક્તદાનની તકતી લાગતી નથી અને એટલે જ તે મહાદાન છે.  એક વ્યક્તિના રક્તદાનથી કોઈ માટે આશાનું કિરણ મળી શકે. વિકસિત ભારતના મિશન સાથે સ્વચ્છ ભારતનું આહ્વાન કરતા PM કહે છે કે ખોરાકમાં ઓછા તેલનો ઉપયોગ કરી મેદસ્વીતાથી દૂર રહીએ." 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમના સંબોધનમાં કહ્યું, "PM મોદીએ પોતાનું જીવન એક મિશાલ તરીકે પ્રસ્તુત કર્યું છે. ગુજરાતની ધરતી સમયે-સમયે મહાપુરુષોને જન્મ આપે છે, જેમણે દેશનું નેતૃત્વ કર્યું. PM તે પરંપરાને આગળ વધારી રહ્યા છે. વિદેશમાં પણ ભારત અને PMને અનોખું સ્થાન મળ્યું છે. તેમના જીવનનો આ અમૃતકાળ છે. તેરાપંથ સમાજના કાર્યક્રમોમાં જવાનું સૌભાગ્ય મળ્યું, અને તેમની યુવા પેઢીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આ કેમ્પ કર્યો.  શરીર છે તો દુનિયા છે, અને શરીરમાં લોહી મુખ્ય છે. રક્તદાનથી ભાઈચારો અને એકતાનો ભાવ પેદા થાય છે. તમે આપેલું રક્ત કોને જીવન આપે તે કોઈને ખબર નથી પડતી. આ વિશ્વમાં યોજાયેલું બહુ મોટું મિશન છે, મહાવીર સ્વામીનો પણ આ જ  જીવનમંત્ર "