Video: PM મોદીના 75મા જન્મદિવસે વિશ્વના સૌથી મોટા રક્તદાન કેમ્પનું આયોજન, 3 લાખથી યુનિટ રક્ત એકત્ર કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના અવસર પર વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ (ABTYP) દ્વારા આયોજિત 'રક્તદાન અમૃત મહોત્સવ 2.0' નું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
બુધવારે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા આ કેમ્પમાં 3 લાખથી વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય છે. ભારત સહિત 75થી વધુ દેશોમાં 7,500થી વધુ કેમ્પો એકસાથે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 75,000 યુવાનો, 4,000 રક્તબેંકો, 5,000 ડૉક્ટર્સ, 25,000 ટેક્નિશિયન્સ અને 1 લાખ સ્વયંસેવકો ભાગ લેશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું સહયોગથી આ કાર્યક્રમ સફળ બનાવવા આયોજ કરવામાં આવ્યું છે.
50 થી વધુ સામાજિક સંસ્થાઓ, વેપારી વિદ્વાનો, શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ જાતિ અને અનુસૂચિત સમુદાયના લોકો પણ સહકાર આપશે.

