Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Mystery looms over death of stockbroker in Bopal firing, investigation launched based on suicide note

VIDEO: બોપલ ફાયરિંગમાં શેરબ્રોકરના મોત અંગે ઘુંટાતું રહસ્ય, સ્યુસાઈડ નોટ આધારે તપાસ શરૂ

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV News

VIDEO: અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં  શિવાલિક રો-હાઉસમાં 13 વર્ષથી ભાડે રહેતા શેરબ્રોકર કલ્પેશ ટુડિયાનું મોત થયું હતું. મંગળવારે રાત્રે પોણા નવ વાગ્યે આ બનાવ બન્યો હતો. ત્યારે મૃતકની દીકરીએ ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો. દીકરીએ માતાને વીડિયો કોલ કરી જાણ કરી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં પોલીસને જાણ કરાઈ હતી. જો કે ઘટનાસ્થળે હથિયાર નહોતું મળ્યું. મૃતક કલ્પેશના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેને આધારે પોલીસ સઘન તપાસ કરી રહી છે. મૃતક શેરબ્રોકરને મોત પહેલા સફેદ કલરની કારમાં બે લોકો મળવા આવ્યા હતા. જેથી મોત અંગે રહસ્ય ઘુંટાઈ રહ્યું છે. મૃતક કલ્પેશભાઈને ગોળી માથા પરથી આરપાસ જતી રહી જે એક રાઉન્ડ ફાયરિંગ થયાનું સામે આવ્યું છે. મૃતકનું પેનલ ડૉ઼કટરથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. 

App Store

 બે વ્યક્તિ આવ્યા હતા જેની સાથે મૃતક કલ્પેશ ભાઈ એક કલાક સુધી બેઠા હતા. બે વ્યક્તિને નીચે મૃતક કલ્પેશ ભાઈ મૂકીને ઉપર ગયા હતા. બોપલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે. પોલીસે કારચાલક અને આવેલા બે વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. એક બુલેટ મળી છે જે નાની વેપન હોઈ શકે છે. મૃતક કલ્પેશ લાઈફ સ્ટાઇલ હાઈફાઈ હતી પણ તેની આવક ઓછી હતી. મૃતક કલ્પેશ 25 લાખ રૂપિયા શેર બજારના લેવાના હતા જે પૈસા એક વ્યક્તિ આપતો ન હોવાનું સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. બનાસકાંઠામાં મૃતક કલ્પેશ વિરુદ્ધ પ્રોહીબિશન ગુનો નોંધાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બે વ્યક્તિ આવ્યા તે સુરેન્દ્રનગરથી આવ્યા હોવાથી તેની પકડવા કાર્યવાહી કરાઈ રહી છે. બે શખ્સો ને પકડ્યા બાદ સમગ્ર ઘટના ક્રમ ક્લિયર થઈ શકે છે. મૃતકની પત્ની જીનલ વીઆઇપી રોડ પર ફૂડ સ્ટોલ ચલાવે છે..દીકરી 14 વર્ષની ધોરણ 8માં ભણે છે. સોસાયટીના સીસીટીવી ન હતા, પણ એક જાગૃત નાગરિકે ગાડીનો નંબર નોધી લીધો હતો..જે પોલીસને આપતા તે આધારે પોલીસ તપાસ કરી રહી છે.